સમગ્ર દેશમાં જ્યારે ભવ્યાતિભવ્ય 75મા સ્વાતંત્ર પર્વની ઉજવણી ચાલી રહી છે ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં જ્યાં નવગામ ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ખુબ જ ભવ્ય સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધ્વજવંદન કર્યા બાદ બાળકો દ્વારા સંગીતમય ડાન્સ દ્વારા લોકોનુ મનોરંજન કરવામા આવ્યુ હતુ અને ત્યારપછી જરૂરિયાતમંદોને સેવા પુરી પાડી, બાળકોને સ્કૂલ બેગ તથા ચોપડા વિતરણ કરવામા આવ્યુ હતુ, જેમા ખુબ જ ઉત્સાહભેર લોકો જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ટ્રસ્ટના પ્રમુખશ્રી આશાભાઈ લિડીયા, શ્રી દિપકસિંહ ડાભી, શ્રી લાલસિંહ ડાભી તથા શ્રી અરૂણસિંહ ઠાકોર દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Navgam Bhil Seva Samaj Trust Arranged 75th Independence Day 15.08.2021