મહેસાણાના પી. એલ. પી. જનસેવા ફાઉન્ડેશન (ખોડિયાર ગ્રુપ) દ્વારા સામેત્રા ગામના દિવંગત શ્રી પરસોત્તમ લાલજીભાઈ પટેલની દરેક માસિક પુણ્યતિથિ નિમિતે ભગીરથ તથા સેવાકીય પ્રવૃતિઓ કરવામા આવે છે, એજ રીતે આજરોજ ૧૧મી માસિક પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સ્ત્રીઓ માટે ગર્ભાશય અને સ્તન કેન્સરની તાપસ માટેનો ફ્રી નિદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમાં મોટી સંખ્યામા લોકો જોડાયા હતા. કાર્યક્રમમા દીપ પ્રાગટય બાદ આમંત્રિત મહેમાનોના સન્માન કરીને દરેક જોડાયેલ બહેનોને પ્રોજેક્ટર દ્વારા કેન્સરની સંપૂર્ણ વિગતો સમજાવવામા પણ આવી હતી. જોકે આવાજ ભગીરથ કાર્યો દ્વારા શ્રી પરસોત્તમભાઇને જીવંત રાખવાનો એક સુંદર પ્રયાસ પરિવાર દ્વારા થઇ રહ્યો છે, એવુ લોકોએ જણાવ્યુ હતું.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના શ્રી પ્રહલાદભાઈ પટેલ તથા શ્રી જયંતીભાઈ પટેલ અને શ્રી જી. કે. પટેલ દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
PLP Janseva Foundation Khodiyar Group Mehsana Arranged Cervical and Breast Cancer Camp on Occasion of Shree Parshottambhai Patel 11th Monthly Death Anniversary 06.08.2021