ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ, ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમા, જ્યાં શ્રી વિઘ્નેશ્વરી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરીત માઁ પાલઇ વિઘ્નેશ્વરી ધામ પંચદેવ મંદિર આવેલું છે, જ્યાં શ્રી વિઘ્નેશ્વરી માતાજી ખૂબ જ દિવ્ય અને અલૌકિક પ્રતિમામા બિરાજમાન છે, સાથોસાથ મંદિરમાં શ્રી અન્નપૂર્ણા માતાજી, શ્રી પદ્માવતી માતાજી, શ્રી જલારામ બાપા, શ્રી સાંઈબાબા, શ્રી ચેહર માતાજી તથા ગુરુદેવ શ્રી એકાદશી ગીરીજી મહારાજ અને શ્રી હનુમાનજી તથા શ્રી ગણેશજી મહારાજની પણ ખુબ તેજોમય પ્રતિમાઓ અહીંયા બિરાજમાન છે, અહીંયા ક્યાંય જોવા ન મળે એવા સુંદર માઁ બાપના મંદિરની પણ પ્રતિષ્ઠા કરવામા આવી છે.


ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામા આવે છે, જેમા મંદિર પરિસરમા ખુબ જ સુંદર વાનપ્રષ્થાશ્રમ આવેલુ છે, જેને “આનંદી માઁનો વડલો” તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં ટ્રસ્ટ તરફથી વડીલોને દરેક પ્રકારની સેવા તથા સુવિધાઓ આપવામા આવે છે, આ સિવાય અહીંયા બીજી ઘણી બધી સેવાકીય પ્રવૃતિઓ કરવામા આવે છે જેની સંપૂર્ણ વિગત સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી સેવાનુરાગી શ્રી દિનેશભાઇ વ્યાસ દ્વારા આપવામા આવી હતી.


આજે 31.07.2021ના રોજ હંમેશા લોકોની સેવામાં તત્પર રહેતા એવા શ્રી દિનેશભાઇ વ્યાસના ૬૦મા જન્મદિવસ નિમિત્તે મંદિરે અસ્થિ કળશનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ, જેમાં દિવંગત આત્માઓના પરિવારજનો તેમના અસ્થિ અહીંયા અસ્થિ કળશમા પધરાવ્યા બાદ, ત્રણ મહિના પછી આ સમસ્ત અસ્થિઓનું સામુહિક વિસર્જન ગંગા નદીમાં તારીખ 31.10.2021ના રોજ કરવામાં આવશે, આજ શુભ પ્રસંગે પરિસરમાં સુંદર જલધારા પરબનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


તો આવો પહેલા દિવ્ય દર્શન કરીએ માણસાના માઁ પાલઇ વિઘ્નેશ્વરી ધામ પંચદેવ મંદિરના

જુઓ સંપૂર્ણ એપિસોડ

Aanandi Maa No Vadlo Mansa Arranged 3 months Asthi Kalash Program on 60th Birthday Of Shree Dineshbhai Vyas 31.07.2021

Aanandimaanovadlo #VigneshwariDham #PanchdevMandir #Mansa #Gandhinagar #60thBirthday #DineshVyas #OnlineGujaratNews

માણસા : આનંદીમાઁનો વડલો વિઘ્નેશ્વરી ધામ ખાતે શ્રી દિનેશભાઇ વ્યાસના જન્મદિવસ નિમિત્તે અસ્થિ કળશનુ લોકાર્પણ

ગાંધીનગરના માણસામા આવેલુ છે શ્રી વિઘ્નેશ્વરી ધામ પંચદેવ મંદિર
પરિસરમા છે વડીલો માટે છે સુંદર આનંદીમાઁનો વડલો વાનપ્રસ્થાશ્રમ
શ્રી વિઘ્નેશ્વરી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થાય છે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ
સેવાનુરાગી શ્રી દિનેશભાઇ વ્યસના જન્મદિવસ નિમિત્તે અસ્થિ કળશ તથા જલધારાનુ લોકાર્પણ
ત્રણ મહિના બાદ થશે ગંગા નદીમા દરેક આવેલ અસ્થિઓનુ સામુહિક અસ્થિ વિસર્જન

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed