ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફેસબુક લાઈવ થઈ કહ્યું કે કહ્યું કે કેસો વધી રહ્યા છે. દરરોજ કોરોનાના 200થી 250 કેસ વધી રહ્યા છે. સામે ટેસ્ટ વધાર્યા છે. કેસ ટ્રેક કરવાનું વધાર્યું છે. કન્ટેનમેન્ટમાં પણ કડક પોલીસ બંદોબસ્ત રખાયો છે. 3 લાખ રેમડેસીવીર ઇન્જેક્શનનો ઓર્ડર કરાયો છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ નહીં નફો ખોટ થઈ ઇન્જેક્શન સરકાર આપશે. બેડની સંખ્યા વધારવા આયોજન કરાયું છે. હાઇકોર્ટે માર્ગદર્શન આપ્યું છે. જેમાં 4 શહેરમાં કરફ્યુ છે જેમાં હવે 20 શહેરમાં રાત્રી કરફ્યુ રહેશે. લગ્નમાં 100 લોકોને જ છૂટ અપાઈ છે. રાજકીય – સામાજિક મેળાવડા બંધ રહેશે. ગાંધીનગર અને મોરવા હડફમાં ચૂંટણી હોવાથી ત્યાં ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ કાર્યક્રમો કરી શકાશે.
આ શહેરમાં રાત્રી કરફ્યુ
રાજકોટ
અમદાવાદ
વડોદરા
સુરત
જૂનાગઢ
જામનગર
ભાવનગર
ગાંધીનગર
આણંદ
નડિયાદ
મહેસાણા
મોરબી
પાટણ
ગોધરા
ભરૂચ
સુરેન્દ્રનગર
અમરેલી
દાહોદ
ભુજ
ગાંધીધામ