મહેસાણાના દેદિયાસણ ગામ ખાતે શ્રી સાવગીરી મહારાજની જીવંત સમાધિ આવેલી છે જ્યાં એક ભવ્ય મંદિર સંકુલનું નિર્માણ કરવામા આવ્યુ, શ્રી સાવગીરી મહારાજ શ્રી આશરે ૨૦૦ વર્ષ પહેલા આ જગ્યા ઉપર જીવંત સમાધિ લીધી હતી કે જેઓ ગામમાં આવેલ દૂધેશ્વર મહાદેવજી મંદિરના પૂજારી હતા, સમગ્ર ગ્રામજનોને મહારાજ ઉપર અતુટ શ્રદ્ધા અને આસ્થા છે.


દર વર્ષે મહા વદ અગિયારસના રોજ મહારાજનો પુણ્યતિથિ મહોત્સવ શ્રી સાવગીરી મહારાજ જીવંત સમાધિ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવે છે એ જ રીતે આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય બે દિવસના પુણ્યતિથિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે સંતવાણીનો કાર્યક્રમ હતો અને બીજા દિવસે ભજન-કીર્તન તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


સમગ્ર કાર્યક્રમની વિગત મંદિર ટ્રસ્ટ તરફથી શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી મંગળભાઇ પટેલ, શ્રી મનહરભાઈ પટેલ, શ્રી મગનભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ તથા શ્રી અમૃતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


તો આવો દિવ્ય દર્શન કરીએ દેદિયાસણ ખાતે આવેલ શ્રી સાવગીરી મહારાજની જીવંત સમાધિના


જુઓ સંપૂર્ણ એપિસોડ.

શ્રી સાવગિરી મહારાજ જીવંત સમાધિ ટ્રસ્ટ, દેદિયાસણ દ્રારા આયોજીત
પુણ્યતિથિ મહોત્સવ ૨૦૨૧ (મહા વદ અગિયારસ)

Shree Saavgiri Maharaj Jivant Samadhi Trust Dediyasan arranged Punyatithi Mahotsav 2021

shreesaavgirimaharaj #dediyasan #saavgirimaharaj #mehsana

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed