Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
ટેસ્લાના માલિક એલન મસ્ક બેઝોસને પાછળ છોડી વિશ્વના સૌથી ધનિક - online gujarat news

એક વર્ષમાં મસ્કની નેટવર્થમાં ૧૫૦ અબજ ડોલરનો વધારો

ઇલેક્ટ્રિક કાર મેકર કંપનીના શેરના ભાવમાં ૪.૮ ટકાનો વધારો થતાં મસ્કની નેટવર્થ વધીને ૧૮૮.૫ અબજ ડોલર

ટેસ્લા અને સ્પેસ એક્સના માલિક ઇલોન મસ્ક વિશ્વની સૌથી ધનિક વ્યકિત બની ગયા છે. ઇલેક્ટ્રિક કાર મેકર કંપનીના શેરના ભાવમાં ૪.૮ ટકાનો વધારો થતાં મસ્કની સંપત્તિ એમેઝોનના માલિક જેફ બેઝોસ કરતા વધી ગઇ છે. 

વિશ્વના ટોચના ૫૦૦ ધનિક લોકોની યાદી બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સની યાદીમાં મસ્ક બેઝોસથી આગળ વધી ગયા છે. દક્ષિણ આફ્રિકામાં જન્મેલા એન્જિયનિરની નેટવર્થ ૧૮૮.૫ અબજ ડોલર આંકવામાં આવી છે. જ્યારે જેફ બેઝોસની સંપત્તિ ૧૮૪ અબજ ડોલર આંકવામાં આવી છે. 

ઓક્ટોબર, ૨૦૧૭થી આ ઇન્ડેક્સ પર ટોચ પર રહેલા બેઝોસ કરતા મસ્કની સંપત્તિ ૧.૫ અબજ ડોલર વધી ગઇ છે. મસ્ક માટે છેલ્લા ૧૨ મહિના અસમાન્ય રહ્યાં છે. 

છેલ્લા વર્ષમાં કોરોના મહામારી હોવા છતાં મસ્કની નેટવર્થમાં ૧૫૦ અબજ ડોલરનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં ટેસ્લાના શેરના ભાવમાં ૭૪૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સતત નફો, એસ એન્ડ પી ૫૦૦ ઇન્ડેક્સમાં સામેલ થવા જેવા કારણોને કારણે કંપનીના શેરના ભાવમાં આ ઉછાળો જોવા મળ્યો છે. 

ઉલેખ્ખનીય છે કે ટેસ્લાએ છેલ્લા એક વર્ષમાં ફક્ત ૫ લાખ કારોનું જ ઉત્પાદન કર્યુ હોવા છતાં તેના નફામાં સાતત્ય જળવાઇ રહ્યું છે. 

વિશ્વના ૫૦૦ સૌથી વધુ ધનિક લોકોની સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં ૧.૮ ટ્રિલિયન ડોલરની વૃદ્ધિ જોવા મળી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *