પાકિસ્તાનની શ્રી હિંગળાજ માઁ ગુજરાતના ખેડાના વ્યાસજીના મુવાડા ખાતે બિરાજમાન, આવો કરીએ દર્શન

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વ્યાસજીના મુવાડા ગામ ખાતે ભવ્યાતિભવ્ય શ્રી હિંગળાજ માતાજીનુ મંદિર એવું શ્રી હિંગળાજ ધામ આવેલુ છે, ઉત્કંઠેશ્વર મહાદેવથી નિર્માલી રોડ ૫ કિલોમીટર આગળ જતા જ શ્રી હિંગળાજ ધામનો સુંદર ડુંગર દેખાય છે અને ત્યાં જ બિરાજમાન છે મુળ પાકિસ્તાનના શ્રી હિંગળાજ શક્તિપીઠનુ જ સ્વરૂપ. પાકિસ્તાનમા જે રીતે ગુફાઓમા થઈને માતાજીના મંદિરે જવાય છે, એ રીતે અહીંયા પણ તે જ પ્રકારની થીમ પ્રમાણે સંપૂર્ણ મંદિરનુ નિર્માણ થયુ છે, વાંકી ચૂકી ગુફાઓમાંથી બહાર આવતાની સાથે જ દ્રષ્ટિ ગોચર થાય છે મા શ્રી હિંગળાજનુ અદભુત અને દિવ્ય સ્વરૂપ, માતાજી અહિયાં ખુબ જ તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, માતાજીની સાથે સાથે શ્રી બ્રહ્માણી, શ્રી અંબાજી, શ્રી મહાકાળી તથા શ્રી ગોગા મહારાજના પણ આ સુંદર જગ્યામા બેસણા છે.

માતાજીના ઉપાસક એવા પૂજ્ય શોભના માએ બે વાર પાકિસ્તાન ખાતે શ્રી હિંગળાજ શક્તિપીઠની તીર્થ યાત્રા કરી છે અને ત્યાંથી જ માતાજીની પ્રેરણાથી માતાજીને અહીં વ્યાસજીના મુવાડા ખાતે ફેબ્રુઆરી ૨૦૧૮મા ભવ્યાતિભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજીને બિરાજમાન કરવામા આવ્યા હતા.

મંદિરમા દરેક ધાર્મિક ઉત્સવો હર્ષોલ્લાસ સાથે ઉજવવામા આવે છે, જ્યારે રવિવાર અને પૂર્ણિમાનો અહીંયા અનેરો મહિમા છે, જયાં સમગ્ર ગુજરાત તથા દેશ વિદેશમાથી પણ ભક્તો અહિયાં માંના દર્શનાર્થે ઉમટી પડે છે.

મંદિર અને મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી માતાજીના ઉપાસક પૂજ્ય શોભનામાં, શ્રી જતિનભાઈ મહારાજ તથા ભુદેવ શ્રી ચિરાગ ત્રિવેદી દ્વારા આપવામા આખી હતી.

તો આવો નિહાળીએ દિવ્ય સ્વરૂપમા બિરાજમાન એવા વ્યાસજીના મુવાડાના શ્રી હિંગળાજ માતાજીને,

જુઓ સંપૂર્ણ એપિસોડ.

 

Shree Hinglaj Dham Vyasji na Muvada, Kapadvanj, Kheda arranged Divya Darshan 2020

શ્રી હિંગળાજ ધામ, વ્યાસજી નાં મુવાડા, તા. કપડવંજ, જી. ખેડા આયોજીત
શ્રી હિંગળાજ માતાજી મંદીરનાં દિવ્ય દર્શન ૨૦૨૦

Shree Hinglaj Dham Vyasji na Muvada, Kapadvanj, Kheda, Divya Darshan 2020, શ્રી હિંગળાજ ધામ વ્યાસજીના મુવાડા, વ્યાસજીના મુવાડા, કપડવંજ, ખેડા, શ્રી હિંગળાજ ધામ, પાકિસ્તાનની હિંગળાજ, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, ગુજરાત ન્યુઝ, લાઈવ ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, હિંગળાજ માતાજીના દર્શન, હિંગળાજ માં, શ્રી હિંગળાજ ધામ વ્યાસજીના મુવાડા, હિંગળાજ માતાજી મંદિર વ્યાસજીના મુવાડા, online Gujarat News, Gujarat news, live Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Shri Hinglaj Mataji Mandir vyasjina muvada, Shree Hinglaj Mataji Mandir vyasjina muvada, Shree Hinglaj Mataji Mandir, Pakistanni Hinglaj, Hinglaj Pakistan, Hinglaj Gujarat, હિંગળાજ પાકિસ્તાન, હિંગળાજ ગુજરાત

શ્રી હિંગળાજ માતાજી મંદીરનાં દિવ્ય દર્શન ૨૦૨૦

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed