- નવરાત્રીમાં ગરબા રમવા મુદ્દે અભિલાષ ઘોડાએ અમુક ડોક્ટરો સામે આક્ષેપો કર્યા
- સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મેદાન કેપેસિટી પ્રમાણે ૨૫ ટકા લોકો ગરબા કરે તેવી વ્યવસ્થા સાથે આયોજન કરવા માગ
નવરાત્રીમાં ગરબા રમવા મુદ્દે કલાકાર સંગઠન અને મેડિકલ એસો. સામસામે આવી ગયા છે. કલાકારોના મતે તેઓ છેલ્લા છ મહિનાથી બેકાર છે અને જો ગરબાનું આયોજન થાય તો તો તેમનું ગુજરાન ચાલે. આ અંગે અભિલાષ ઘોડાએ નિશાન તાકતા કહ્યું છે કે, ગરબાનું આયોજન નહીં થાય તો છ મહિનાથી બેકાર બેઠેલા રાજ્યના 5 હજાર કલાકારો ભૂખે મરશે. નવરાત્રીમાં 1 હજારની ક્ષમતાવાળા મેદાનમાં 25 ટકા પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને ગરબા કરાય તો ગુજરાતના 5 હજાર જેટલા કલાકારોની રોજી શરૂ થાય. અભિલાષ ઘોડાએ, ડોક્ટરો સામે આક્ષેપ કરતા કહ્યું કે, કેટલાક ડોક્ટર્સ કલાકારોનો વિરોધ કરે છે તે કેટલું વાજબી છે. છેલ્લા છ મહિનાથી કલાકારો ઘરે બેઠા છે. તેમના માટે આ જ દિવસો કમાણીના હોય છે, જેમનાથી તેમની દિવાળી નિર્ભર હોય છે.
કલાકાર સંગઠનોએ કરેલી માગણીઓ
- જે ડોક્ટરો નવરાત્રીનો વિરોધ કરી રહ્યા છે તેને ખુલ્લી ચેલેન્જ કોરોનાના દર્દીની મફત સારવાર કરવાની જાહેરાત કરો તો કલાકારો નવરાત્રી નહીં કરે.
- જો સર્વે રોજગાર ધંધા ખુલી ગયા હોય તો માત્ર કલા જગત માટે પાબંધી કેમ?
- 25 ટકા પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને ગરબા કરાય
- નવરાત્રી નહીં થાય તો હજારો કલાકારો આપઘાતના માર્ગે જશે તેનો સૌને ડર છે. આવું કંઇ પણ થયું તો તેની જવાબદારી પણ આ ડોક્ટરો લેશે?