Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
અનલોક-૪ : આવો હશે આગામી અનલોક પીરીયડ, નક્કી થયા ધોરણો, જાણો વિસ્તારથી - online gujarat news

શનિવારે સાંજે ભારત સરકારે અનલોક -4 માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે જે આગામી 30 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. આ અંતર્ગત 7 સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે મેટ્રો રેલ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. 21 સપ્ટેમ્બરથી સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમો પણ યોજવામાં આવશે. જો કે, 100 લોકોને તેમાં જોડાવાની મંજૂરી આપવામાં આવશે.

અનલોક ચારની દિશાનિર્દેશો

(૧) કન્ટેનમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉનનું કડક પાલન કરવામાં આવશે. રાજ્ય અંદર અને અન્ય રાજ્યની ગતિવિધિઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. દેશમાં ક્યાંય પણ જવા માટે કોઈને અલગ પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં.

(૨)બધાએ રાષ્ટ્રીય સ્તરે અપાયેલી સૂચનાનું પાલન કરવું પડશે. સામાજિક અંતર જાળવવું પડશે. સ્ટોર્સ પર ગ્રાહકો વચ્ચે સામાજિક અંતર રાખવું ફરજિયાત છે. ગૃહ મંત્રાલય દ્વારા આ પર નજર રાખવામાં આવશે.

(૩) 65 વર્ષથી ઉપરના લોકો, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, અન્ય જીવલેણ રોગોથી પીડિત લોકોને જરૂરી સિવાય બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

(૪ ) રાજ્ય સરકારો હવે કેન્દ્ર સરકારની પરવાનગી વિના સ્થાનિક સ્તરે લોકડાઉન લાદશે નહીં. ફક્ત કન્ટેન્ટ ઝોનમાં જ લોકડાઉન રહેશે.

(૫)ઓપન એર થિયેટરને 21 સપ્ટેમ્બરથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે. 30 સપ્ટેમ્બર સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે. આ સમય સુધીમાં, ઓનલાઇન અને ડીસટન્સ શિક્ષણને પ્રોત્સાહન મળશે.

(૬)  કન્ટેનમેન્ટ ઝોનની બહાર 21 સપ્ટેમ્બરથી મંજૂરી આપવામાં આવી શકે છે. આ માટે આરોગ્ય મંત્રાલય એક અલગ એસઓપી જાહેર કરશે.

(૭ ) તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો સરકારી શાળાઓ અને કોલેજોમાં 50% અધ્યાપન અને નોન-ટીચિંગ સ્ટાફને બોલાવી શકે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *