ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના કોઠા ગામમા પંચાયત દ્વારા તથા શ્રી નારસંગાવીર મંદિર – કોઠા ના સહયોગ થી કોરોનાની મહામારથી બચવા સમસ્ત કોઠા ગામ ની જનતા ને માક્સ આપવા માટે શ્રી નારસંગાવીર મંદિર ના પ્રમુખ શ્રી ભીખાભાઇ પટેલ એ ૩ હજાર નંગ માસ્ક સમસ્ત ગ્રામજનો માટે ગામ ના સરપંચશ્રી રમેશભાઈ પટેલને આપી ગામ માં વહેંચવા માટે આપવામા આવ્યા હતા.

સરપંચશ્રી તથા ગામના તમામ યુવાનોએ સામાજીક અંતર જળવાય તે રીતે સમસ્ત ગામમા માક્સ વહેંચવાનું આયોજન કર્યુ તથા કોઠા ગામમાં આજ રોજ થી ફરજીયાત પણે માસ્ક પહેરવું પડશે તેવું સૂચન પણ આપવામાં આવ્યુ હતુ.

જુઓ સમગ્ર અહેવાલ.

Wwwe.onlinegujaratnews.co.in

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *