અમદાવાદમા SCESA ગ્રુપ દ્વારા યોજાયો ઉદ્યોગ સાહસિકોનો ગેટ ટુ ગેધર સેમિનાર

અમદાવાદના સુભાષબ્રિજ વિસ્તારમા સિડયુઅલ કાસ્ટ આંતરપ્રિન્યુયર સપોર્ટ એસોસિયેશન (SCESA) ગ્રૂપ દ્વારા ચોથો સેમિનાર ગેટ ટૂ ગેધર કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા નાના મોટા ઉદ્યોગ સાહસિકો હાજર રહ્યા હતા,

કાર્યક્રમમા હાજર રહેલા આમંત્રિત મહેમાનો શ્રી એચ ડી શ્રીમાળી સાહેબ (ઇન્ડસ્ટ્રી કમિશ્નર), શ્રી પ્રકાશ સોલંકી (ઇ ડી આઈ ફેકલટી), ડૉ શ્રી જે ડી ચંદ્રપાલ (સ્કૂલ ઓફ મેનેજમેન્ટ), શ્રી દિપકભાઇ મકવાણા (બિઝનેસ કોચ), શ્રી મુકેશભાઈ મકવાણા (ડિક્કી), શ્રી મૂળચંદભાઈ રાણા (એક્સ મેમ્બર GPSC), શ્રી નરેશભાઈ કોન્ટ્રાક્ટર (ઈમ્પોર્ટ એક્સપોર્ટ એક્સપર્ટ) સર્વે નો SCESA ટીમ કોર મેમ્બર સમિતિ તરફથી આદર પૂર્વક સન્માન કરવામા આવ્યુ હતુ.


દરેક ઉદ્યોગ સહસિકોએ કાર્યક્રમ ને અનુરુપ જાણકારી આપી હતી, તેમજ દિપકભાઇ મકવાણા અને જે ડી ચંદ્રપાલ સાહેબે બિઝનેસ માટેની જે સ્પીચ આપી એ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલા દરેક વ્યક્તિ માટે નવો જોમ જુસ્સો વધારવાનું કાર્ય કર્યુ હતુ.

અનુસૂચિત જાતિના સાહસિકો મોટા પ્રમાણના વ્યાપાર ધંધા તરફ પ્રેરાય અને નોકરી યાચકમાંથી નોકરીદાતા બને તથા સરકાર તરફથી ઉદ્યોગલક્ષી જે પણ યોજનાઓ સમાજના દરેક વ્યક્તિઓ સુધી પહોંચે એવો ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ છે.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News

PRESS MEDIA Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *