મહેસાણા જીલ્લાના જોરણંગ ગામમા ઉજવાયો શ્રી વારાહી અંબાજી માતાજીનો ભવ્ય રજત જયંતિ મહોત્સવ.

તાલુકા જીલ્લા મહેસાણામા જોરણંગ ગામ આવેલુ છે, ગામમા સુંદર શ્રી વારાહી તથા અંબાજી માતાજીનુ મંદીર આવેલુ છે, ગ્રામવાસીઓને માતાજી પ્રત્યે ખૂબ જ આસ્થા અને શ્રધ્ધા છે, જેના કારણે માતાજીને ગામ ટોળાની માતાજી પણ કહેવામા આવે છે, માતાજીના મંદીરની સ્થાપના આજ થી પચ્ચીસ વર્ષ પૂર્વે ઇ. સ. ૧૯૯૪મા થઇ હતી, અને ત્યારથી મંદીર દ્રારા અનેક ધાર્મિક કાર્યક્રમો વર્ષ દરમ્યાન ઉજવવામા આવે છે, અને હાલ માતાજીના મંદીરને ૨૫ વર્ષ પુર્ણ થતા, મંદીરની સમિતી શ્રી વારાહી અંબાજી માતાજી સંસ્થાન દ્રારા ભવ્ય રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જે મહોત્સવ તારીખ ૨૯.૧૧.૨૦૧૯ થી ૦૧.૧૨.૨૦૧૯ સુધી ઉજવાશે, જેના ભાગ રૂપે પ્રથમ દિવસે ભવ્ય અને ખૂબ જ સુંદર યજ્ઞ શાળાનો પ્રારંભ થયો હતો, અને સાંજે સામાજિક નાટકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

મંગલકારી દ્રિતિય દિવસે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, તથા સંતો મહંતોના સામૈયા તથા સત્કાર સમારંભ યોજાયો હતો, જેમા સાયલાના ગાદીપતી શ્રી દુર્ગાદાસ મહારાજ તથા રામકથાકાર શ્રી દેવમોરારી બાપુ હાજર રહ્યાં હતાં, રાજકીય મહાનુભાવોમા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલ તથા સાબરમતી મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ હાજર રહ્યાં હતા.

પાવનકારી તૃતીય દિવસે સાંજે ભવ્ય યજ્ઞ શાળાની પૂર્ણાહુતિ બાદ સમગ્ર કાર્યક્રમ સંપન્ન થશે.
આયોજક સમિતીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ ચોકસીના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય મહોત્સવનુ ખૂબ જ સુંદર આયોજન કરવામા આવ્યુ છે, જે કાર્યક્રમનો સંપુર્ણ અહેવાલ તથા મંદીર વિશેની સંપુર્ણ માહીતી સંસ્થાનના ઉપપ્રમુખ શ્રી કનૈયાલાલ પટેલ દ્રારા આપવામા આવી હતી.

જુઓ દ્રિતિય દિવસના પ્રસંગો સંપુર્ણ એપિસોડ.

દ્રિતિય દિવસે સાંજે ગામના દરેક NRI મિત્રોનો સત્કાર સમારંભ યોજાયો હતો તથા રાત્રે ભવ્ય રાસ ગરબાની રમઝટ જામી હતી, જેમા હજારો ખેલૈયા ઓ ઝૂમી ઉઠ્યા હતા.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed