અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના જગતપુર ગામ ખાતે રાવતવાસમાં શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેકવીધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે અહીંયા પારંપરિક રમેલ મહોત્સવનું પણ દર બે વર્ષે સુંદર આયોજન કરવામાં આવે છે, એજ પ્રમાણે આજરોજ શક્તિ અને ભક્તિ રૂપી ભવ્ય રમેલ નું સુંદર આયોજન રાત્રિ દરમિયાન કરવામાં આવ્યું હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ગાભાભાઇ રાવત તથા શ્રી શૈલેષભાઈ રાવત દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Ravat Parivar Jagatpur Arranged Bhavya Ramel Mahotsav at Shree Chamunda Mataji Mandir on 04.05.2024
Samast Ravat Parivar, Jagatpur, Bhavya Ramel Mahotsav, Shree Chamunda Mataji Mandir, 04.05.2024,