પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકના ધનોરા ગામ ખાતે ઐતિહાસિક શ્રી શક્તિ માતાજી નું મંદિર આવેલું છે, જેને શક્તિધામ તરીકે ઓળખવામાં આવે છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે ચૈત્ર સુદ તેરસનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં સમસ્ત ગુજરાત માંગુડા (ભરવાડ) પરિવાર દ્વારા અહીંયા ભવ્ય તિથિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે ભવ્ય ૧૮માં તિથિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમગ્ર મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું તથા મંદિર ખાતે ભવ્ય નવચંડી યજ્ઞ તથા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં સમાજ બંધુઓ તથા ભાવિક ભક્તોએ જોડાઈને માતાજીના દિવ્ય દર્શન કર્યા હતા તથા ભોજન પ્રસાદનો લ્હાવો ઉઠાવ્યો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય ૧૦૦૮ ઘનશ્યામ પુરી બાપુ તથા પ્રમુખ શ્રી મનુભાઈ માંગુડા ભરવાડ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Gujarat Manguda Parivar Arranged 18th Tithi Mahotsav at Shree Shakti Dham Mandir Dhanora Shankheshwar Patan
Samast Gujarat Manguda Parivar, 18th, Tithi Mahotsav, Shree Shakti Dham, Dhanora, Shankheshwar, Patan,