આજરોજ અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારના મોટેરા તરફ વળવાના રસ્તે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે સમર્પણ સેવા ટ્રસ્ટ દ્વારા મહામાનવ ભારત રત્ન ડોક્ટર ભીમ રાવ આંબેડકર સાહેબની આવનારી 133 મી જન્મ જયંતી નિમિત્તે પ્રબુદ્ધ સિનિયર સિટીઝન્સ તથા વડીલોના વરદ હસ્તે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબની દિવ્ય અને ભવ્ય પ્રતિમાનું આવરણ કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર વિસ્તારના લોકોએ જોડાઈને જય ભીમ ના નારા લગાવ્યા હતા તથા નવીન સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સમર્પણ સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી પ્રકાશભાઈ પરમાર, એડવોકેટ શ્રી પિયુષભાઈ જાદુગર, શ્રી પંકજભાઈ પરમાર તથા શ્રી બળદેવભાઈ પરમાર તથા શ્રી સરોજબેન રાઠોડ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samarpan Seva trust Inaugurated Statue of Dr. Bhimrav Ambedkar Statue at sabarmati Ahmedabad
#SamarpanSevaTrust #DrBhimravAmbedkar #Statue #Sabarmati #Ahmedabad