તાલુકા જિલ્લા ગાંધીનગરના સુઘડ ગામ ખાતે શ્રી નર નારાયણ દેવ દેશ તાબાનું ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે નવીન મંદિરને ૧૦ વર્ષ પૂર્ણ થતાં અહીંયા ભવ્ય દશાબ્દિ મહોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે જેના પ્રથમ દિવસે આજે ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગામજનો જોડાયા હતા.
આ ત્રિદિવસીય મહોત્સવ ૧૫ થી ૧૭ માર્ચ દરમિયાન યોજાશે, જેમાં પ્રથમ દિવસે નગરયાત્રા તથા દ્વિતીય દિવસે યજ્ઞ પૂજન નું આયોજન કરવામાં આવ્યું છે તથા અંતિમ દિવસે ધર્મકુળથી પરમ પૂજ્ય આચાર્ય મહારાજ ધર્મધુરંદર ૧૦૦૮ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજીની પાવન પધરામણી થશે, જે ભગવાનના નિજ મંદિરમાં આરતી પૂજા કર્યા બાદ સભા મંડપ ખાતે દરેક હરિભક્તોને આશીર્વાદ આપશે, આ દરમિયાન રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી જયંતીભાઈ પટેલ તથા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રિયદાસજી સ્વામી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Swaminarayan Mandir Sughad Celebrated Dashabdi Mahotsav 2024
Shree Swaminarayan Mandir, Sughad, Gandhinagar, Dashabdi Mahotsav, 2024,