આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના બામરોલી ગામ ખાતે ઐતિહાસિક એવુ શ્રી નીલકંઠેશ્વર મહાદેવજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા લઘુરુદ્ર અને મહારદ્રનું પણ આયોજન પણ કરવામાં આવે છે, એ જ રીતે નવીન મંદિરને પાંચ વર્ષ પૂર્ણ થતા અહીંયા સમસ્ત બાર બામરોલીના ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી ભવ્ય અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ, જે મહાયજ્ઞ 8 માર્ચ થી શરૂઆત થઈને 14 માર્ચ એમ અવિરત સાત દિવસ સુધી યોજાયો હતો, જેની આજે હર્ષભેર પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, આ દરમિયાન રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત બાર બામરોલીના ગ્રામજનો તથા ભાવિક ભક્તોએ જોડાઈને મહાદેવજીના દિવ્ય દર્શન કરીને ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ડૉ. પ્રકાશભાઈ પરમાર, શ્રી રમેશભાઈ પરમાર તથા ભૂદેવ શ્રી ભાવેશભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી. જ્યાં સમસ્ત ગ્રામજનો હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Nilkantheshwar Mahadev Mandir Bamroli Petlad Arranged Atirudra Yagn on 5th Patotsav 2024
Shree Nilkantheshwar Mahadev Mandir, Bamroli, Petlad, Atirudra Yagn, 5th Patotsav, 2024