અમદાવાદના સોલા વિસ્તારમાં સોલા ભાગવતની પાછળ શ્રી સાંઈ ધામ નામક ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક ધાર્મિક તથા સામાજિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે અહીંયા નવીન મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું દ્રિદિવસીય આયોજન રાખવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે પ્રથમ દિવસે શોભાયાત્રા તથા દ્વિતીય દિવસે યજ્ઞ પૂજન સહિત શ્રી આરાસુરી અંબાજી માતાજી, શ્રીનાથજી, શ્રી વૈભવ લક્ષ્મીજી, શ્રી રામ દરબાર તથા શ્રી ગણપતિજી અને શ્રી હનુમાનજીની દિવ્ય પ્રતિમાઓની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમા હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એ જોડાઈને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ગીરીશભાઈ પટેલ તથા શ્રી રમેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Sai Dham Sola Arranged Pran Pratishtha Mahotsav on 25.01.2024
Shree Sai Dham Sola, Pran Pratishtha Mahotsav, 25.01.2024,