અમદાવાદ જિલ્લાના ભાત ગામ ખાતે ઐતિહાસિક શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે સમસ્ત હરિભક્તોની દિવ્ય પ્રેરણાથી અહીંયા ભવ્ય મહા રુદ્ર યજ્ઞનુ ત્રીદિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેમા હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદીવસીય મહોત્સવ 24 થી 26 નવેમ્બર દરમિયાન યોજાશે, જેમા યજ્ઞ પૂજન સહિત અંતિમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી પુરુષોત્તમ ચરણદાસજી તથા શ્રી પીન્કેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી પરેશભાઈ પટેલ, શ્રી ચીમનભાઈ પટેલ અને ભૂદેવ શ્રી જીગરભાઈ શાસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Swaminarayan Mandir Bhat Arranged Maha Rudra Yagn 2023
Shree Swaminarayan Mandir, Bhat, Maha Rudra Yagn, 2023,
#swaminarayanmandir #bhat #maharudrayagn