તાલુકા જિલ્લા મહેસાણાના રામ વિજયનગર (ખડદા) ગામ ખાતે ઐતિહાસિક અને સ્વયંભૂ એવું શ્રી હનુમાન દાદાનું મંદિર આવેલું છે, જેને શ્રી ખડદીયા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે, મંદિરના શ્રી બાળ હનુમાન ચાલીસા મંડળ 25 વર્ષ પૂર્ણ થતા ન ભૂતો ન ભવિષ્યતી એવા “અંજનેય મહોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મંદિરના દિવ્ય સાનિધ્યમાં મહારુદ્ર યજ્ઞનું આયોજન રાખવામાં આવ્યું છે, જેના આજે પ્રથમ દિવસે હાથી ઘોડા લાઇવ ડીજે સહિતની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા સમગ્ર ગ્રામ્યજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ મહોત્સવ 16 તથા 17 નવેમ્બર દરમિયાન યોજાશે જેમાં મહારુદ્ર યજ્ઞ, હનુમાન ચાલીસા ના પાઠ અને અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી કે કે પટેલ સાહેબ તથા શ્રી પરાગભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Baal Hanuman Chalisa Mandal Ramvijaynagar Khadada Arranged Anjaney Mahotsav at Khadadiya Hanuman Mandir Ramvijaynagar Khadada 2023
Baal Hanuman Chalisa Mandal, Ramvijaynagar, Khadada, Anjaney Mahotsav, Shree Khadadiya Hanuman Mandir,