ઊંઝા : બ્રાહ્મણવાડા ગામ ખાતે શ્રી ગણપતિ દાદા ના નવીન મંદિરના ભવ્ય ત્રીદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ ખાતે શ્રી ગણપતિ દાદા નું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેના ત્રીદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16 થી 18 નવેમ્બર દરમિયાન યોજાશે, જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે, એની સાથે શ્રી સાઈરામ દવે ના લોક ડાયરા તથા સાગર પટેલ ના ભવ્ય રાસ ગરબા નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી કનુભાઈ પટેલ તથા શ્રી મિતેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree ganpati Dada Mandir Brahmanvada Murti Pran Pratishtha Mahotsav 2023
Shree Ganpati Dada Mandir Brahmanvada, Brahmanvada, Murti Pran Pratishtha Mahotsav, 2023,