મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામ ખાતે રેલવે સ્ટેશન વાળા પ્રજાપતિ વાસમાં શ્રી બ્રહ્માણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેક ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે દર 11 માં મહિનાની છઠ્ઠી તારીખનો અહીંયા રૂડો મહિમા છે, જ્યાં માતાજીના દિવ્ય પાટોત્સવની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ સમસ્ત પ્રજાપતિ પરિવાર દ્વારા શ્રી બ્રહ્માણી માતાજીના બારમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું તથા નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તથા રાત્રિના ભોજન સમારંભ સહિત માતાજીની શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર સમાજ બંધુઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા સ્નેહીજનો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ભરતભાઇ પ્રજાપતિ તથા શ્રી બેચરભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Prajapati parivar Jhulasan celebrated 12th patotsav of Shri Brahmani Mataji mandir Jhulasan Kadi 06.11.2023
Samast Prajapati parivar Jhulasan, 12th patotsav, Shri Brahmani Mataji mandir, Jhulasan, Kadi, 06.11.2023,