અમદાવાદ જિલ્લાના ઘાટલોડીયા તાલુકાના લીલાપુર ગામના શિલ્પગ્રામ ખાતે શ્રી વાઘાજી ના ઓરતાના શ્રી ગોગા મહારાજ તથા શ્રી સિકોતર માતાજીનુ ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ત્રિદીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મંડપ પ્રવેશ સાથે યજ્ઞપૂજનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો તથા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદીવસીય મહોત્સવ ૦૬.૦૬.૨૦૨૩ થી લઈને ૦૮.૦૬.૨૦૨૩ દરમિયાન યોજાશે, જેમાં યજ્ઞ પૂજન સહિત ભવ્ય શોભાયાત્રા, શ્રી રામદેવપીર મહારાજનો જ્યોત પાઠ તથા દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા, યજ્ઞ પૂર્ણાહુતિ અને રાસ ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ગોગા મહારાજના સેવક શ્રી કોમલજી વાઘાજી ઠાકોર ભુવાજી તથા શ્રી દિપકભાઈ ઠાકોર અને શ્રી રવિભાઈ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Vaghajina Ortana Goga Sikotar Mandir Lilapur Pran Pratishtha Mahotsav 2023
Shree Vaghajina Ortana Goga Sikotar Mandir, Lilapur, Pran Pratishtha Mahotsav, 2023,