મહેસાણા જિલ્લાના કડી શહેરમાં નાની કડી વિસ્તારમાં શ્રી નર નારાયણ દેવ દેશ તાબાનું ભવ્ય સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે, જેલા શિલાન્યાસ મહોત્સવનું ભવ્ય આયોજન અત્યારે કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે નાની કડી મા શ્રી રામકથા પારાયણ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના પ્રથમ દિવસે કડીની પંચવટી સોસાયટી ખાતેથી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ધર્મ પ્રેમી જનતા જોડાઈ હતી.

આ કથા મહોત્સવ ૩ થી ૭ મે દરમિયાન યોજાશે, જેમાં રાત્રિના ૮ થી ૧૧ દરમિયાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી રામકૃષ્ણ દાસજી દ્વારા પાવન કથાનું રસપાન કરાવવામાં આવશે, જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો તથા હરિભક્તો જોડાશે, તથા અંતિમ દિવસે અહીંયા શિલાન્યાસ વિધીનો કાર્યક્રમ પરમ પૂજ્ય લાલજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવશે.

કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી ભાઈલાલભાઈ પટેલ તથા સહિત સ્વામી શ્રી દેવ પ્રકાશદાસજી દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shilanyas Mahotsav of Navnirmit Shree Swaminarayan Temple Nani Kadi
Shilanyas Mahotsav, Shree Swaminarayan Temple, Nani Kadi, Navnirmit, Mehsana, Kadi,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *