સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાં રાજગઢી ખાતે શ્રી શક્તિ માતાજીનું મૂળ સ્થાનક આવેલું છે, આ ઐતિહાસિક મંદિર છે જ્યાં શક્તિ માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય ત્રિશૂળ સ્વરૂપે સદીઓથી બિરાજમાન છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે ચૈત્ર વદ તેરસનો અહીંયા અહીંયા રૂડો મહિમા છે, જ્યાં માતાજી અંતરધ્યાન થયા હતા એ દિવસને શોક દિવસ તરીકે મનાવવામા આવ્યો હતો,, જ્યાં આજરોજ લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દિવ્ય દર્શને ઉમટી પડ્યા હતા. દરેક પધારેલ શ્રદ્ધાળુઓ માટે મંદિર ખાતે માતાજીના દર્શનની સાથોસાથ ભોજન પ્રસાદ તથા ઠંડા પીણાનું પણ સુંદર આયોજન પણ કરવામા આવ્યુ હતુ.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી રસિકભાઈ પટેલ તથા શ્રી જનકસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ,
Shree Shakti Mataji Mandir Patdi Celebrated Antardhyan Divas on 18.04.2023 Chaitra Vad Teras
Shree Shakti Mataji Mandir Patdi, Patdi, Patdi Rajgadhi, Surendranagar, Antardhyan Divas, 18.04.2023, Chaitra Vad Teras, Shok Divas,