ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રામનગર ગામ ખાતે શ્રી નર નારાયણ દેવ દેશ તાબાનું ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જ્યાં ઠાકોરજી ખૂબ જ સુંદર અને દિવ્ય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે અત્યારે અહીંયા ભવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીંયા શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્ય મહારાજ શ્રી કૌશલ્યેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા ગામના આંગણે પ્રધારીને સર્વે ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા તથા મુખ્ય યજમાન શ્રીઓનું માળા પહેરાવીને બહુમાન કર્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ 10 એપ્રિલ થી શરૂઆત થઈને 14 એપ્રિલના રોજ વિરામ પામશે, જેમાં રોજ સવાર સાંજ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરમ પૂજ્ય રામ સ્વામી દ્વારા સુંદર કથાનું રસપાન કરવામાં આવે છે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધર્મકુળ ના પાવન પગલાં પણ રામનગર ગામ ખાતે પડવાના છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત કાર્યક્રમના મુખ્ય યજમાન શ્રી ગાંડાભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Swaminarayan Mandir Ramnagar Kalol Celebrated Suvarna Jayanti Mahotsav
Shree Swaminarayan Mandir, Ramnagar, Kalol, Suvarna Jayanti Mahotsav,