તાલુકા જિલ્લા ગાંધીનગરના દંતાલી ગામમાં ઐતિહાસિક શ્રી વારાહી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે ચૈત્ર વદ આઠમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં આજરોજ માતાજીના પાંચમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ, ત્યારબાદ આજે સાંજે માતાજીના યજ્ઞની પુર્ણાહુતી બાદ સમગ્ર ગ્રામજનોના ભોજન પ્રસાદ તથા રાત્રિના ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી વારાહી ચેરીટેબલ ટ્રસ્ટ દંતાલીના પ્રમુખશ્રી ગણપતભાઈ પટેલ તથા સભ્યશ્રી ભરતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Varahi Mataji Mandir Dantali Gandhinagar Celebrated 5th Patotsav on 13.04.2023
Shree Varahi Mataji Mandir, Dantali, Gandhinagar, 5th Patotsav, 13.04.2023,