મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળ ગામ ખાતે મેઇન રોડ ઉપર જ શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેના દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે, જે નિમિત્તે અહીંયા રામદેવ શિક્ષા મહાપુરાણ કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે ભવ્ય પ્રોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ સપ્ત દિવસીય કાર્યક્રમ દરમિયાન કથા સહિત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું પણ ત્રીદિવસિય આયોજન કરવામાં આવ્યું છે જે 14 થી 16 એપ્રિલ દરમિયાન યોજાશે, જેમાં યજ્ઞ પૂજન સહિત દિવ્યમૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગતે શ્રી કાંતિજી ભગત તથા પરમ પૂજ્ય મુળદાસ બાપુ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Randevpir Maharaj Mandir Murti Pran Pratishtha Mahotsav Thol Kadi

Shree Randevpir Maharaj Mandir, Murti Pran Pratishtha Mahotsav, Thol, Kadi,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *