તાલુકા જિલ્લા ગાંધીનગરના રૂપાલ ગામમાં શ્રી સીઝડાવાળા પંચમુખી ગોગા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી મેલડી માતાજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે, માતાજી પ્રત્યે લોકો અતૂટ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે એ રીતે જ મનોકામના પૂર્ણ થતા ભક્તો દ્વારા અહીંયા 12 મણના ખીચડાનો પ્રસાદ ધરાવવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, તેના ભાગરૂપે આજે રાત્રિના ભક્તિ અને શક્તિરૂપી ભવ્ય રેલમેલનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગતે શ્રી વિક્રમજી ઠાકોર તથા શ્રી મહોબ્બતજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી, જ્યાં માતાજીના સેવક શ્રી નવીન મહારાજ પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Sizdavala Panchmukhi Goga Maharaj Mandir Rupal Gandhinagar
Shree Sizdavala Panchmukhi Goga Maharaj Mandir, Rupal, Gandhinagar,