મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ઉબખલ ગામ ખાતે ઐતિહાસિક સ્વયંભૂ શ્રી અંબાજી માતાજીનું શક્તિધામ મંદિર આવેલું છે, જ્યાં શ્રી અંબાજી માતાજી ખૂબ જ દિવ્યા અને તેજોમય પ્રતિમા માં દ્રષ્ટી ગોચર થાય છે, કહેવાય છે કે માતાજી અહીંયા 500 વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, જેમાં વસંત પંચમીનો ખૂબ જ અહીંયા અનેરો મહિમા છે, જ્યાં માતાજીના દર્શનાર્થે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે, જ્યાં ચૌલક્રિયાના પ્રસંગો પણ ઉજવવામાં આવે છે,
હાલમાં માતાજી મંદિર ખાતે દશાદી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અહીંયા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે તૃતીય દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના અગ્રણી શ્રી કાનાજી બારડ, મહેશભાઈ વસૈયા, યશ વસૈયા તથા શ્રી ગોવિંદભાઇ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ambaji Mandir Ubkhal Arranged Sahastrachandi Mahayagn on Occasion of Dashabdi Mahotsav
Shree Ambaji Mandir Ubkhal, Ubkhal, Vijapur, Sahastrachandi Mahayagn, Dashabdi Mahotsav, Vijapur, Mehsana, Shakti Dham, Mini Ambaji,