ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામ ખાતે શ્રી વારાહી માતાજીનુ ઐતિહાસિક મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવની ઉજવણીઓ કરવામાં આવે છે તે રીતે દિવાળીનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં ભવ્ય દિવાળી ગરબા મહોત્સવ દર વર્ષે આયોજન કરવામાં આવે છે, તે જ રીતે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવાળીથી ગરબા શરૂ થઈને લાભ પાંચમ સુધી ચાલ્યા હતા, જેમાં સમગ્ર ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી સીતારામ ભાઈ પટેલ, શ્રી વિક્રમસિંહજી વાઘેલા, શ્રી પોપટજી વાઘેલા, શ્રી દિનેશભાઇ પટેલ, શ્રી રામાજી વાઘેલા તથા મહારાજ શ્રી ઘનશ્યામભાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Varahi Mataji Pansar Diwali Garba Mahotsav 2022
Shree Varahi Mataji Pansar, Diwali Garba Mahotsav, 2022, Kalol, Gandhinagar,