ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગોલથરા ગામ ખાતે ઐતિહાસિક શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ વર્ષ દરમિયાન કરવામાં આવતી હોય છે તથા માતાજી સમગ્ર ગ્રામજનોમાં ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા નુ કેન્દ્ર છે, એ જ રીતે દિવાળી ગરબા મહોત્સવનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં દર વર્ષે પારંપરિક દિવાળી ગરબા મહોત્સવનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવયાતી ભવ્ય દિવાળી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આજરોજ લાભ પાંચમના દિવ્ય દિવસે માતાજીના ગરબાના વળામણા કરવામાં આવ્યા હતા, જેમાં ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો શ્રદ્ધાથી જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગતે ગામના શ્રી અમૃતજી ઠાકોર તથા શ્રી બળદેવભાઈ નાયી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Mahakali Mandir Golathara Kalol arranged Diwali Garba Mahotsav 2022
Shree Mahakali Mandir, Golathara, Kalol, Diwali Garba Mahotsav, 2022,