અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના કુબડથલ પાટિયા નજીક પરબ શાખા નકળંગ ધામ કરીને ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જ્યાં શ્રી રામદેવજી મહારાજની દિવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી છે, અહીંયા શ્રી રામદેવજી મહારાજની સાથોસાથ શ્રી ખોડીયાર માતાજી, મહાદેવજી તથા મામાદેવની દિવ્ય પ્રતિમાઓની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, ભાદરવા મહિનાનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં રામદેવ નવરાત્રી મહોત્સવનું અત્યારે સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીંયા સતત નવ દિવસથી દિવ્ય જ્યોતિ પાઠ અખંડ જ્યોત સ્વરૂપે ચાલુ છે તથા નોમના નેજા મહોત્સવનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મંદીરના મહંત શ્રી સરસ્વતી માતાજી દ્વારા છેલ્લા સવા બે મહિનાથી મૌન તપશ્ચર્યામા બેઠા હતા, આજરોજ એમના પારણા કરાવવાનુ પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં તેમના ઉપર દૂધથી અભિષેક કરવામા આવ્યો હતો, જેમાં હર્ષોલ્લાસ અને ભાવુકતા સાથે સમસ્ત ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર દ્વારા આવનાર વસંત પંચમીના રોજ ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગ્નની ઇચ્છુક યુવક યુવતીઓને જોડાવા માટે મહંતશ્રી કનકદાસજી બાપુ દ્વારા વિનંતી કરવામાં આવી હતી.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય મહંત શ્રી કનકદાસજી બાપુ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Parab Shakha Naklank Dham Kujad Arranged Neja Mahotsav on Bhadarva Sud Nom 05.09.2022
Parab Shakha Naklank Dham, Kujad, Kubadthal Patiya, Ramdevpir Mandir Kujad, Neja Mahotsav, Bhadarva Sud Nom, 05.09.2022, samuh lagan,