પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના દેથળી ગામ ખાતે શ્રી વટેશ્વર મહાદેવજીનુ સ્વયંભૂ શિવલિંગ આવેલું છે, કહેવાય છે કે આ મંદિર 800 વર્ષથી પણ વધારે પુરાણું છે, અહીંયા પાંડવો દ્વારા પણ પાંચ શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, તે શિવલિંગો પણ આ સ્થળ પર આવેલા છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી થાય છે, એ જ રીતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે અહીંયા જનતાની સુખાકારી હેતુ સ્થાનિક ધારાસભ્યશ્રી માનનીય ચંદનજી ઠાકોર દ્વારા અહીંયા ભવ્યથી ભવ્ય હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ની સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરના દર્શનાર્થે તથા મહાપ્રસાદ લેવા માટે પધાર્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ભૂદેવ શ્રી રુદ્રેશ્વર પંડ્યા તથા માનનીય ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ