મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સેવાલિયા ગામ ખાતે શ્રી હનુમાનજી દાદાનું અતિ પૌરાણિક અને સુંદર મંદીર આવેલુ છે, આ મંદિરમાં હનુમાનજી દાદાની પૌરાણિક મૂર્તિ જર્જરિત હોવાને કારણે નવીન મૂર્તિ ની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યુ છે, જેના આજે પ્રથમ દિવસે ભવ્ય યજ્ઞશાળા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 6 મે થી લઈને 8 મે સુધી યોજાશે, જેમાં પ્રથમ દિવસે યજ્ઞશાળા નો પ્રારંભ તથા રાત્રીના સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ દ્રિતીય દિવસે ભવ્ય જળયાત્રા તથા શોભાયાત્રા સહિત રાત્રિના નાટકનું આયોજન કરવામાં આવ્યું છે, અને અંતિમ દિવસે દાદાની દિવ્ય મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ની સાથે સાંજે યજ્ઞ પૂર્ણાહૂતિ કરવામાં આવશે તથા મહાઆરતી કરવામાં આવશે, જેમાં સમસ્ત ગ્રામજનો જોડાશે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી ભોગીલાલભાઈ પટેલ, શ્રી મનહરભાઈ પટેલ, શ્રી જયંતીભાઈ પટેલ તથા શ્રી રમેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shree Hanuman Dada Murti Pran Pratishtha Mahotsav Sevaliya Visnagar
Shree Hanuman Dada, Murti Pran Pratishtha Mahotsav, Sevaliya, Visnagar, Mehsana, hanumanji mandir,