સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જગતપુરા ગામમા સમગ્ર ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી કુલ ૧૧ દેવી-દેવતાઓના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે દેવી-દેવતાઓની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ થયો હતો, તેમાં પ્રથમ દિવસે આજે ભવ્ય યજ્ઞશાળા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
આ પ્રતિષ્ઠા મહોત્સવ 6 તારીખથી લઇને 8 મે સુધી યોજાશે, જેમાં પ્રથમ દિવસે યજ્ઞશાળા પ્રારંભ તથા આવતીકાલે શોભાયાત્રા યોજાશે તથા તૃતીય દિવસે ૧૧ દેવી દેવતાઓની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવ્યું છે, અને રાત્રીના પણ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ગામના શ્રી લાલસિંહ સોલંકી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Jagatpura Talod Murti Pran Pratishtha Mahotsav 08.05.2022
Jagatpura, Talod, Murti Pran Pratishtha Mahotsav, 08.05.2022, Sabarkantha,