મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ડાભલા ગામ ખાતે ડાભલા ચોકડી નજીક શ્રી પાતાળ જોગણી માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર મેઇન હાઇવે ઉપર જ આવેલું છે, જ્યાં પાતાળ શ્રી પાતાળ જોગણી માતાજીની સાથોસાથ શ્રી નારસંગા વીર મહારાજ તથા શ્રી જીવરામ દાદા પણ ખૂબ જ દિવ્ય અને અલૌકિક પ્રતિમા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે ચૈત્ર વદ ત્રીજ નો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં માતાજીના પ્રતિષ્ઠા દિન નિમિત્તે પ્રથમ પાટોત્સવની સુંદર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાત્રિના ભક્તિ અને શક્તિરૂપી ભવ્ય જાતર યોજાઇ હતી, જેમાં સમસ્ત માતાજીના ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર ખાતે માતાજીના સેવક શ્રી શંકરભાઇ પ્રજાપતિ પરિવાર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે, જેનો સર્વે માઈ ભક્તો હૃદયથી લાભ લે છે.


તો આવો દર્શન કરીએ ડાભલા ગામ ખાતે બિરાજમાન શ્રી પાતાળ જોગણી માતાજીના દિવ્ય મંદિરના

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Patal Jogani Mataji Mandir Dabhla Vijapur Arranged Jatar on 1st Patotsav

Shree Patal Jogani Mataji Mandir, Dabhla, Vijapur, Jatar, 1st Patotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *