સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાં અંબિકાનગર સોસાયટી ખાતે ગૌકથા આયોજન સમિતિ, પાટડી દ્વારા દિવ્ય ગૌકથા પારાયણ નું આયોજન કરવામા આવ્યુ છે, જે કથા મહોત્સવ 15 માર્ચ થી 22 માર્ચ 2022 સુધી યોજાશે, જેમાં સમસ્ત પધારેલ ભાવિક ભક્તોને ગૌ વિષેનું મહત્વ સમજાવવામાં આવશે, તથા આજ રોજ કથાના પ્રથમ દિવસે ભવ્યાતિભવ્ય કળશયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા ૬૦૦ થી ૭૦૦ જેટલી બહેનો દ્વારા માથે કળશ લઈને યાત્રા યોજાઇ હતી, જેમા દરેક જ્ઞાતિની બહેનોને આવરી લઈને આયોજકોએ સામાજીક સમરસ્તાનુ પણ એક સુંદર દ્રષ્ટાંત પૂરું પાડ્યુ હતુ.

ગૌકથામા વક્તા પરમ પૂજ્ય સાઘ્વીશ્રી ગોપાલનિષ્ઠા દીદી દ્વારા પાવન કથાનુ રસપાન કરાવવામા આવશે જેમા સૌ ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાશે.


કાર્યક્રમની વિગત શ્રી નરેશભાઈ પંચોલી, શ્રી ચેતનભાઈ શેઠ, શ્રી દાદુભાઈ રબારી, શ્રી મીનાબેન દેસાઈ, શ્રી પ્રફુલભાઈ દવે તથા બ્રહ્માકુમારી પ્રિયાબેન દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Gaukatha Aayojak Samiti Patdi Arranged Divya Shree Gaukrupa Katha Parayan 15.03.2022


Gaukatha Aayojak Samiti Patdi, Divya Shree Gaukrupa Katha Parayan, 15.03.2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *