ખેડા જિલ્લાના માતર તાલુકાના સોખડા ગામમાં શ્રી ખોડિયાર માતાજીનુ નાનું મંદિર હતુ, જેમાં શ્રી ખોડીયાર માતાજી ખૂબ જ ઐતિહાસીક પ્રતિમામાં વર્ષોથી બિરાજમાન છે, ત્યારબાદ જય માડી શ્રી સૂર્યાબેન અશ્વિનકુમાર પટેલના દિવ્ય સંકલ્પથી આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર કરીને અત્યારે સુંદર નવીન મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યુ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા તથા દ્વિતીય દિવસે નવચંડી યજ્ઞમા વૈદિક મંત્રોચ્ચાર સહિત માતાજીની તેજોમય પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા. આ પરિવાર દ્રારા ગામના દરેક મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી અશ્વિનભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Aai Shree Khodiyar Mataji Mandir Sokhada Pran Pratishtha Mahotsav 09.02.2022
Aai Shree Khodiyar Mataji Mandir Sokhada, Sokhda, Sokhada, Kheda, Matar, Pran Pratishtha Mahotsav, 09.02.2022, Jay Madi Suryaben, Ashwinkumar Patel Sokhada