અમદાવાદ નજીકના ચેનપુર ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનુ અતિ ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે જ્યાં શ્રી મહાકાળી માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, શ્રી મહાકાળી માતાજીના પરમ સેવક શ્રી વિનુભાઈ પરમાર દ્વારા મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ અને ઉત્સવો યોજવામા આવે છે, તેવી જ રીતે ભાઈબીજ ગરબા મહોત્સવનો પણ અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દર વર્ષે ભાઈબીજ ગરબા મહોત્સવનુ આયોજન શ્રી મહાકાળી માતાજી ના દિવ્ય સાનિધ્યમા કરવામાં આવે છે જેમા ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવે છે, જેમાં સમસ્ત ગ્રામજનો તથા સ્નેહીજનો હર્ષોલ્લાસ સાથે જોડાય છે.
આ વર્ષે ભાઈબીજ ગરબા મહોત્સવમાં ગુજરાતના લોકલાડીલા લોક ગાયક એવા શ્રી રાકેશ બારોટ તથા નેહા સુથાર દ્વારા સુંદર ગરબાના સૂરો રેલાવાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશે ની માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીનાં પરમ ઉપાસક શ્રી વિનુભાઈ પરમાર, શ્રી રાજલ સિકોતર ધામ ના મહંત શ્રી પૂજ્ય પ્રવીણ માડી તથા શ્રીમાળી દ્વારા આપવામાં આવી હતી.
આ પાવન પ્રસંગે લોક ગાયક રાકેશ બારોટ તથા નેહા સુથાર દ્વારા નૂતન વર્ષના અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Mahakali Mandir Chenpur Arranged Bhaibeej Garba Mahotsav 2021
Chenpur, Mahakali Mandir, Bhaibeej Garba Mahotsav, Ahmedabad