ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના દંતાલી ગામ ખાતે શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 19 તથા 20 ઓક્ટોબર 2021 દરમિયાન યોજાયો હતો, જ્યાં શ્રી ચામુંડા માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા અહીંયા બિરાજમાન થયા છે, સાથો સાથ અહીંયા શ્રી ગણેશજી અને શ્રી નારસંગા વીર મહારાજ ની પણ દિવ્ય મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવકશ્રી શકરાજી ઠાકોર, ગામના સરપંચશ્રી અમરતજી ઠાકોર તથા તલાજી ઠાકોર અને નટવરજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
તો આવો દર્શન કરીએ દંતાલી ગામ ખાતે નવનિર્માણ પામેલ શ્રી ચામુંડા માતાજી ના દિવ્ય મંદિરના
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Chamunda Mataji Mandir Dantali Pran Pratishtha mahotsav 2021