Notice: Constant WP_MEMORY_LIMIT already defined in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-config.php on line 90
ધોળકાના કેસરગઢ કોઠ ખાતે યોજાઇ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ દાદાની પ્રથમ સાલગીરી || સૌંદર્ય વટીકા સ્કીમ વિશે સંપૂર્ણ માહિતી | online gujarat news

Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગણપતિપુરાથી માત્ર ૩ કિલોમીટરના તથા અમદાવાથી માત્ર કિલોમીટરના અંતરે કેસરગઢ ખાતે ગુજરાત ખાતેનુ સૌથી મોટુ “જૈન તીર્થધામ” નિર્માણ પામી રહ્યુ છે, શ્રી ૧૦૨૪ જિન સહસ્ત્રકુટ મહાજિનાલય “જિનાજ્ઞા ધામ“, આશરે ૧૦૦ કરોડના ખર્ચે ૧૫૦ વિધામા નિર્માણ થવા જઇ રહેલા આ ભવ્યાતિભવ્ય જિનાજ્ઞા ધામના સુંદર પરિસરમા ગત ૨૮.૦૨.૨૦૨૦ના રોજ ભવ્ય દેરાસરનુ નિર્માણ કરીને એમા ૧૮૧ ઇંચના નીલવર્ણી શ્રી નાગેશ્વરા પાર્શ્વનાથ ભગવાનની ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામા આવી, જે ૮ દિવસનો ભવ્ય પ્રતિષ્ઠા અંજનશલકા મહોત્સવ સાથે હજારોની મેદનીમા યોજાયો હતો, એજ તિથી પ્રમાણે ફાગણ સુદ ચોથના દેરાસરની પ્રથમ સાલગીરીની ઉજવણી કરવામા આવી હતી, જેમા ભગવાન પર અઢાર અભિષેક, ધ્વજા આરોહણ તથા આરતી પુજન કરવામા આવ્યુ હતુ, આમ તો આ ઉત્સવ ભવ્યાતિભવ્ય રીતે યોજવાનો હતો પરંતુ આ કોરોના મહામારીને કારણે બહુ સીમિત સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને ભાવ અને ઉલ્લાસ સાથે દાદાની સાલગીરી મનાવાઇ હતી.


હવે ખુબ જ નજીકના સમયમા “જિનાજ્ઞા ધામ” ખાતે નિર્માણ પામશે આશરે ૧૨ વિધામા એટ્લે ૬૦૦ ફુટ બાય ૬૦૦ ફૂટનુ ૭૨ મહાજિનાલય સાથે સાથે આર્ટ ગેલેરી, મ્યુઝિયમ, ભોજનશાળા, ધર્મશાળા, ગૌશાળા તથા બાળકોના રમત ગમતની તમામ સગવડો. અને ખાસ મનોરંજન માટે ટેન્ટ સીટી તથા ક્લબ હાઉસ પણ હવે ચાલુ કરવામા આવશે.


અહીંયા “દેશી ખાણું”નો પણ એક કોન્સેપ્ટ ચાલુ કરવામા આવ્યો છે, જ્યાં નજીવા ચાર્જમા માટીના ચૂલા પર વૈદિક પધ્ધરતીથી ઓર્ગેનિક આહાર બનાવવામા આવે છે, અને ખુબ જ રમણીય વાતાવરણમા માટીના વાસણમા ગ્રાહકને ખુબ જ પ્રેમથી પરોસવામા આવે છે, નજીકમા અહીંયા નાસ્તા માટે પણ અનલિમિટેડ સ્નેક્સનો કોન્સેપ્ટ ચાલુ કરવામા આવવાનો છે.

ભગવાનના આ પાવન સાનિધ્યમા રહેવુ એ પણ ખૂબ જ સુંદર લાહવો છે એ થકી જ અહિયાં આવાસ માટે પણ ભવ્ય એવી “સૌંદર્ય વાટીકા” નિર્માણ પામી રહી છે, જયાં રમણીય રેસિડેંસિયલ પ્લોટ્સ તથા 1 અને 2 BHK ના ફલેટ્સ અને વીલા વીના વ્યાજે ખૂબ જ સરળ હફ્તાથી ફાળવવામા આવી રહ્યાં છે, અને તેને માટે થઈને એક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ પણ બહાર પાડવામા આવી છે, જેમા તમારા ભરેલા ખુબ જ ટૂંકા સમયમા તમને પાછા મળી જશે અને પ્લોટના પણ આપ માલિક બની જશો, તો જે મહાનુભાવો એમા જોડાવા ઇચ્છતા હોય તેઓશ્રી નીચે આપેલા ફોન નંબર પર શ્રી પરેશભાઈ શાહનો સંપર્ક (7383991199, 635699119 તથા 9825074889) કરી શકે છે.

તો આવો કરીએ દિવ્ય દર્શન “જિનાજ્ઞા ધામ“ના તથા મેળવીએ સંપૂર્ણ માહિતી શ્રી પરેશભાઈ શાહ તથા સૌંદર્ય વટીકાના CEO શ્રી મિશ્રાજી પાસેથી.

જુઓ સંપુર્ણ એપિસોડ

Tags: 1024 Jin Sahastrakut Mahajinalaya, Jinagnya Dham, Kesargadh, Kesargadh Koth, Koth, pratham saalgiri, Saundarya Vatika, Shree nageshwara parshwanath

#saundaryavatika #jinagnyadham

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *