આજરોજ પૂર્વ દસ્ક્રોઈ તાલુકા પંચાયત ના સદસ્યશ્રી બુધાજી શકરાજી ઠાકોરના સ્વર્ગસ્થ સુપુત્ર શ્રી ચંદ્રકાંત બુધાજી ઠાકોરની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સમાજને પ્રેરણાદાયક એક અદભુત ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું, જેમા ગણેશ વિસર્જન દરમિયાન ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસના સોગઠી ગામના 8 યુવાનો જે પાણીમા ગરકાવ થઈને પ્રભુચરણ પામીને મોતને ભેટ્યા છે, તે દરેક પરિવારને સ્વર્ગસ્થ ચંદ્રકાંતભાઈ બાળકો દ્રષ્ટિ અને સોહમના સ્વહસ્તે સાંતવના રૂપે 51000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવી હતી અને સાથોસાથ ગામ ખાતે અભ્યાસ કરતા દરેક બાળકોને અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું તથા 300 મણથી વધારે ઘાસચારો મુંગા પશુઓ અને ગાયોને અર્પણ કરવામાં આવ્યો હતો, જેમા તમામ જય ભોલે ટિમ જોડાઈ હતી, જેની સંપૂર્ણ માહિતી ગામના આચાર્યશ્રી ગૌરાંગભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી. જેનો દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે જ્યારે જ્યારે સમાજને જરૂર પડે ત્યારે સક્ષમ વ્યક્તિઓએ આ રીતે સમાજ સેવા કરવા અર્થે આગળ આવવું જોઈએ.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Budhaji Thakor and Jay Bhole Team Arranged programs on 3rd Death Anniversary of Sv. Shree Chandrakant Thakor.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *