જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો એ પંક્તિને સાર્થક કરતા પરમ પૂજ્ય બાલકનાથ બાપુ, પરમ પૂજ્ય દેવનાથ બાપુ ના દિવ્ય સંકલ્પને લઈને અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામ ખાતે દેવભૂમિ રમણ ધામ ગુરુ શિવ ગોરખનાથ ની જગ્યા નું ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ કારી રહયા છે, જેના શિલાન્યાશ મહોત્સવનો આગામી બે થી નવ ફેબ્રુઆરી 2025 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે તે કાર્યક્રમના મુહૂર્ત જોવડાવવાનો તથા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન રામ ધુન અને અન્નપૂર્ણા ભોજનાલય ના ઉદ્ઘાટન સમારોહ નું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા.
આગામી ફેબ્રુઆરી મહિનામાં આઠ દિવસનો ભવ્યથી ભવ્ય મહા મહોત્સવ જીવાપુરા ગામ ખાતે યોજાવવા જઈ રહ્યો છે, જેમાં પરમ પૂજ્ય 1008 કનકેશ્વરી માતાજીની ભાગવત કથા, 108 કુંડિય મહારુદ્ર યજ્ઞ તથા શ્રી ગુરુ શિવ ગોરખનાથ તથા શ્રી ભદ્રકાળી દેવી અને શ્રી શિવ પરિવારના ભવ્ય મંદિરનો શિલાન્યાસ સહિત સમગ્ર ભારત વર્ષના નાથ સંપ્રદાયના સંતો મહંતોના પધરામણી નો ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેની સંપૂર્ણ માહિતી પરમ પૂજ્ય બાલકનાથ બાપુ તથા પરમ પૂજ્ય દેવનાથ બાપુ અને શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Devbhumi Raman Dham Jivapura arranged Shilanyas Mahotsav in upcoming Februari 2025
Devbhumi Raman Dham, Jivapura, Shilanyas Mahotsav, Februari 2025, Balaknath Bapu,