ગાંધીનગર ના ગિફ્ટ સિટી નજીક રતનપુર ગામ આવેલું છે, જ્યાં વિહત માતાજીનું સુંદર મંદિર આવેલું છે,જેને વિહત ધામ રતનપુર તરીકે ઓળખવામાં આવે છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એ જ રીતે વૈશાખ સુદ તેરસનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં માતાજીના પ્રથમ પાટોત્સવ મહોત્સવનુ આજરોજ આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે આજે ધ્વજા આરોહણ ની શોભાયાત્રા લઘુ યજ્ઞ તથા રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી જાતરનું આયોજન કરવામાં આવ્યું.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ભુવાજી શ્રી કરણસિંહ બિહોલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપીસોડ
Shree Vihat dham Ratanpur Celebrated 1st Patotsav 21.05.2024