અમદાવાદ નજીકના લાંભા વિસ્તારમાં ઇન્દિરાનગર 2માં શ્રી રાજ દરબાર ની મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી મેલડી માતાજીની સાથોસાથ શ્રી રામેશ્વર મહાદેવજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ થાય છે, એ જ રીતે આજરોજ માતાજીના 15માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે મંદિર ખાતે નવચંડી યજ્ઞ તથા ભોજન ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તથા ધ્વજારોહણ કરીને રાત્રિના શક્તિ અને ભક્તિ રૂપી ડાક ડમ્મર ના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા પરિવારજનો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ભુવાજી શ્રી રમેશભાઈ તથા ચિરાગભાઈ આશાબેન અને અશ્વિનભાઈ દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ
Raj Darbar ni Shree Meldi Mataji Mandir Indiramagar 2 Lambha Celebrated 15th Patotsav 2024
Raj Darbar ni Shree Meldi Mataji Mandir, Indiramagar 2, Lambha, 15th Patotsav, 2024,