ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના વેડા ગામ ખાતે શ્રી મેલડી ધામ મંદિર નિર્માણ થયું છે, જે દેવાલયના ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન કરવામા આવ્યુ છે, જેના આજરોજ પ્રથમ દિવસે ભવ્ય સતચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરવામા આવ્યો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામા ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદીવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 8 થી 10 એપ્રિલ દરમ્યાન યોજાશે, જેમા શતચંડી મહાયજ્ઞ સહીત શોભાયાત્રા, રાસગરબા, શ્રી મેલડી માતાજીની સાથોસાથ શ્રી આશાપુરા માતાજી તથા ગોગા મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને પધારેલ મહેમાનશ્રીઓના સન્માન સમારોહનું પણ ભવ્ય આયોજન કરવામા આવ્યું છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત માતાજીના સેવક શ્રી અભયસિંહ ડોડીયા તથા શ્રી રાજુભાઈ અને શ્રી દિલીપસિંહ ચાવડા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Meldi Dham Murti Pran Pratishtha Mahotsav Veda Kalol
Shree Meldi Dham, Murti Pran Pratishtha Mahotsav, Veda, Kalol, Shree Abhaysinh Dodiya,