ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઈટાદરા ગામ ખાતે શ્રી નીલકંઠ મહાદેવજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે, જેનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે નવીન મંદિરની સ્થાપના કરવામાં આવી છે, જેનો દિવ્ય અને ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાયો હતો, જેના આજે અંતિમ દિવસે મહારુદ્ર યાગની પૂર્ણાહુતિ તથા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
આ ત્રિદિવસીય મહોત્સવ 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે મહારુદ્રયાગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તથા રાત્રિના સામાજિક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતુ અને દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતમાં સર્વપ્રથમ વાર મહાદેવજીના ડમરુ અને રુદ્રાક્ષમાળાના મોટા ત્રિશૂળને ડ્રોનના માધ્યમથી આકાશમાં ઉડાડવામાં આવ્યું હતુ તથા રાત્રિના ભવ્ય રાસ ગરબાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું તથા અંતિમ અને તૃતીય દિવસે મહારુદ્રા યાગની પૂર્ણાહુર્તિ તથા 1051 દીવડાની મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય અગ્રણીઓ તથા સામાજિક અગ્રણીઓ પણ જોડાયા હતા.
સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી ડૉ. વિપુલભાઈ પટેલ તથા શ્રી ગોસ્વામી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Nilkanth Mahadev Mandir Pran Pratishtha Mahotsav Itadra Mansa
Shree Nilkanth Mahadev Mandir, Pran Pratishtha Mahotsav, Itadra, Mansa,