બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખરડોસણ ગામ ખાતે આંબાપુર માં શ્રી આઈ જીજી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિરે નિર્માણ પામ્યું છે, જેનો સમસ્ત મારવાડી લોહાણા સમાજ દ્વારા ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં 28 બગીઓ સહિત ઘોડા અને લાઈવ ડીજે સહિતની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 23 થી 25 જાન્યુઆરી દરમિયાન યોજાશે, જેમાં 21 કુંડીય મહાયજ્ઞ સહિત રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોક ડાયરા નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર માયાભાઈ આહીર દ્વારા ભવ્ય ડાયરાની રમઝટ બોલાવવામાં આવશે તથા અંતિમ દિવસે માતાજીના નીજ મંદિર ખાતે 12:39 ના સમયે આઈ માતાજી સહિતની દિવ્યમૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેમાં સમસ્ત સમાજ બંધુઓ હર્ષ ભેર જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ભીલાડાના મહંત શ્રી દિવાન સાહેબ તથા અંબાપુરના પૂજ્ય બાપુ શ્રી, તથા પિયુષભાઈ ઠક્કર અને શ્રી પી. એમ. ઠક્કર સાહેબ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Aai Jiji Mataji Mandir Pran Pratishtha Mahotsav ambapur kharadosan Deesa
Shree Aai Jiji Mataji Mandir, Pran Pratishtha Mahotsav, ambapur kharadosan, Deesa, Banaskantha,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed