તાલુકા જિલ્લા ગાંધીનગરના પેથાપુર ગામ ખાતે મહુડી રોડ ઉપર ખેતરમા અંદર શ્રી ખેતરવાળી ચેહર માતાજી તથા શ્રી સધી સિકોતર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી ચેહર માતાજી, શ્રી સધી માતાજી, શ્રી સિકોતર માતાજી, શ્રી બ્રહ્માણી માતાજી, શ્રી જોગણી માતાજી, શ્રી ગોગા મહારાજ તથા પૂજનીય માતા પિતાશ્રી સવિતાબેન તથા શ્રી આત્મારામ પ્રજાપતિ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમાઓમાં અહીંયા મંદિર ખાતે બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે દર 17 જાન્યુઆરીના રોજ અહીંયા પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે 10માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે માતાજીને અન્નકુટ ધરાવાયો હતો તથા માતાજીના મંદિરના સાનિધ્યમાં પોટલી હવનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મરતોલી ધામના પરમ પૂજ્ય ભુવાજી શ્રી કાનજીભાઈ દ્વારા મંદિર પાછળ નિર્માણ થયેલ નવીન ભોજન શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના મંદિરના દર્શન કરીને ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી જયંતીભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Khetarvali Chehar Mataji Mandir Pethapur Gandhinagar Celebrated 10th Patotsav on 17.01.2024
Shree Khetarvali Chehar Mataji Mandir Pethapur, Pethapur, Gandhinagar, 10th Patotsav, 17.01.2024,